ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Monday 21 May 2018

હિંમત અને વિશ્વાસ

એક ઇડરનો વાણીયો, ધૂળો એનું નામ ,
સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ !

રસ્તે અંધારું થયું , ચડ્યો બીજી વાટ,
જંગલમાં ભૂલો પડ્યો , દિલમાં થયો ઉચાટ.

પણ હિંમત એણે ધરી , મનમાં કર્યો  વિચાર,
‘નથી કદી હું એકલો સાથી મારે બાર !

એવે ઝાડી સળવળી , ચમક્યા ચોરો ચાર,
‘ખબરદાર ! જે હોય તે આપી દે આ વાર ‘
કહે ધુળો એ ચોરને : ‘અલ્યા , નથી હું એક,
બાર જણા લઇ નીકળ્યો, કરજો કાક વિવેક !


‘ કાલે કરજે ટાયલી ! આજે દઈ દે માલ ‘
એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ !
ધુળો કુદ્યો કોથળો વીંઝે સબોસાબ !

હતા કોથળે કાટલા વાગે ધબોધબ ,
ચોરો ખીઝ્યા –એમના ધૂલો ખાળો ઘાવ ,
ક્યાંથી રે ! આ વાણીયો શીખ્યો આવા દાવ ?

આઘું પાછું નાં જુએ , ધુળો ખેલે જંગ,
બોલે : ‘ હું નહિ એકલો , હવે બતાવું રંગ !’

ચોરો ચોક્યા , એકમાં હોય આટલું જોર ,
બાર જણા જો છૂટશે , થશે આપણે ઘોર !

એમ વિચારી બી ગયા, નાઠા એકી સાથ ,
ધુળો હરખ્યો : વાહ ! મેં ઠીક બતાવ્યો હાથ !

વાત જડી, ધુળો ગયો, જાવું’તું જે ગામ,
વળતો એ ઘરે ગયો પૂરું કરીને કામ !

ધૂળાની આ વાર્તા જાણી પૂછે બાળ તમામ :
‘ કોણ તમે હતા બાર ?’ ગણાવો નામ ,
ધુળો કહે : ‘ આ હાથ બે, બે આંખો, બે પાય,
ચાર-કાટલા કોથળે મળી, એમ દશ થાય !

છેલ્લા સાથી બે ખરા – હિંમત અને વિશ્વાસ
એ બે વિના વિના બીજા બધા થાય નકામાં ખાસ !
-રમણલાલ સોની
Special Thanks to P.K.Davda (he shared this in an email)

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?