ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday 26 June 2018

શું કરીશું? જવાબદારીમાંથી છટકીશું? - દિપક બુચ

    વર્ષોથી બાળકોમાં એક સામાન્ય બાબત જોવા-સાંભળવા મળી છે કે તેઓને શાળાએ જવું ગમતું નથી.શરૂઆતના એક વર્ષમાં, બાળકની આ મનોવૃત્તિ સમજી શકાય છે.  જિંદગીમાં પહેલીવાર,ભલેને અમુક સમય માટે જ; પણ માતા-પિતાથી વિખૂટા પડવાનું થાય છે.પરંતુ મોટા ભાગના છોકરા-છોકરીઓને શાળાના તમામ વર્ષો દરમ્યાન "શાળાએ જવાનું નહિ ગમવાની અને રજાની રાહ જોવાની"  મનોવૃત્તિ વર્ષોથી ચાલુ રહી છે.
    આ એક ગંભીર બાબત ગણાય, જે ધનિષ્ટ અભ્યાસ અને વિચારણા માંગી લે છે. હકીકતમાં, રસ પડે અને મજા આવે તેવી પ્રવૃત્તિના પરિણામો જ લાભદાયી હોય છે.

    મારી છેલ્લાં 12 વર્ષની શિક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિને લીધે,આ બાબત; અમારે ત્યાં મફત ટ્યુશન માટે આવતાં વિવિધ ૨૦ શાળાના,ધોરણ ૩ થી ૧૨ ધોરણના સુધીના તમામ વિદ્યાર્થીઓમાં આ બાબત સ્પષ્ટ રીતે તરી આવે છે.
    કોઈ વાર શિક્ષકો અને શિક્ષણવિદો સાથે આ બાબતે પરામર્શ કરું ત્યારે સામાન્ય સૂર એવો નીકળે છે કે 
   "જેમ ચાલે છે તેમ ચાલવા દો ને,આપણું શું ઉપજે?"
    વળી, લગભગ બધા જ ="શિક્ષણ કથળી ગયું છે" ની વિચારધારા તો ધરાવે જ છે..! ઉપરાંત,દરેક ધોરણમાં અમુક અભ્યાસક્રમ, બાળકની ઉંમર સાથે મેચ(મેળ) થતો નથી.
(એક ઉદાહરણ: 'મારું જીવન અંજલિ થજો' કાવ્ય)

     જો આપણે દરેક આવી નકારાત્મક વિચારધારા રાખીશું, તો એમ નથી લાગતું કે ભાવિ પેઢી માટે આપણે આપણી ફરજ ચૂકી રહયા છીએ? આપણી નજર સમક્ષ "શિક્ષણની આ ઘંટીમાં" બાળકોને દળાતા જોતા રહીશું? અને પછી કહીશું કે યુનિવર્સીટીઓ ફેક્ટરી બની ગઈ છે, જેમાંથી "ગ્રેજ્યુએટ બ્રાન્ડેડ" પ્રોડક્ટ બહાર પડી રહી છે.!

    શિક્ષણની પ્રથામાં ક્રાંતિનો સમય હવે પાકી ગયો છે તેવું મને લાગે છે, 

--દિપક બુચ 


No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?