ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

ઈ વિદ્યાલય વિશે



ઈ – વિદ્યાલયનાં મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે.
  1. શિક્ષણ ગુણવત્તાવાળું હોવું જોઈએ.
  2. ભણવામાં મોકળાશ હોવી જોઈએ. (જે ના સમજાય એ ફરી ફરીને જોઇને , સાંભળીને શીખી શકાય તો કેવી મજા!) 
  3. ભણવામાં મોકળાશ માટે વિડીયો લાઈબ્રેરી બનાવી છે.
  4. ભણવામાં સમયનું બંધન ના રહે. શાળા બાદના સમયે પણ, કોઈપણ વિષય કે કોઈપણ પ્રકરણ સરળતાથી શીખી શકાય.
  5. ખાસ કરીને શિક્ષણજગતમાં સળગતા ટ્યુશનના પ્રશ્નનો ઉકેલ મળે.
  6. શાળામાં વધુ ભાર પ્રોજેક્ટ-બેઇઝ સ્ટડી ઉપર મૂકી શકાય.
  7. જૂની શીખેલી વાત જો ભુલાઇ ગઈ હોય તો પણ એનું પુનરાવર્તન ઝડપથી કરી શકાય.
  8. મનગમતા વિષયોમાં જાતે જ વધારે અભ્યાસ સરળતાથી કરી શકાય.
  9. ગુજરાત રાજ્યના અને ભારત દેશના (અરે દુનિયાના) ખૂણે ખૂણે ઈ-વિદ્યાલયનો લાભ બધા વિદ્યાર્થીમિત્રોને મળે. 
  10. જ્ઞાનના વિસ્તરતા જતા ક્ષેત્રમાં જાતે પ્રયાણ કરી શકાય. અભ્યાસેતર પ્રવૃત્તિઓ / હોબીઓ/ ક્રાફ્ટ વિ. થી કલ્પના શક્તિ, સર્જન શક્તિ ખીલે અને જાતે નવો અભ્યાસ કરવાની હિમ્મત આવે.
  11. વાલીઓ અને બાળકો ( ખાસ તો કિશોરો ) વચ્ચે વિચાર વિનિમય અને એકમેકના અનુભવોના આદાન / પ્રદાન માટે એક પ્લેટફોર્મ ઊભું થાય.
-----------------
    આ ઈ-વિદ્યાલય મારા પૂજ્ય પિતાજી આદરણીય યશવંતભાઈ શાહ અને માતા વીણાબેન શાહ ને સમર્પિત.માતા-પિતા તો મારા શ્રેષ્ઠ શિક્ષક છે જ. તે ઉપરાંત મારી શાળા-કોલેજનાં તમામ શિક્ષકોને તથા જીવનના દરેક નાના-મોટા અનુભવોમાં જુદા જુદા સ્વરૂપે મળેલા ગુરુજનોને અને ખાસ તો મારા રાજ્યના અને દેશના (અરે દુનિયાના) બધા જ વિદ્યાર્થીમિત્રોને ઈ-વિદ્યાલય સમર્પિત કરું છું.

– હિરલ મિલન શાહ

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?