ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Monday, 2 July 2018

વાલી અનુભવ (૨) - સવાલ જવાબ

     બાળકો સાથે સંવાદમાં જ્ઞાનની સાથે ઘણું હાસ્ય પણ હોય ! 
   શાળામાં તો હજુ આ ઉંમરે અંગોના નામ જ શીખવાના હોય. પણ સવાલો થાય અને જવાબો મળે તો કેવું મજાનું?
     આજકાલ ડૉ. ગુગલ અને યુટ્યુબ ને પણ પૂછી જ શકાય. ખરું ને?
અધ્યાત્મ, આસપાસ અને ઘરકામ 

     અમે અઠવાડિયામાં એક-બે દિવસ એનાં શાળાએથી આવ્યા બાદ સાથે શાક સમારીએ. ક્યારેક ચોળી, ભીંડા કે કાકડી સમારવામાં એ મારી સાથે શાક સમારે કે દૂધીની છાલ ઉતારી આપે. ક્યારેક લોટ પણ બાંધે. મારે માત્ર ધીરજ અને પ્રોત્સાહન સાથે રાખવાના, સાથે સાથે અમારો સંવાદ ચાલુ હોય.

    આજકાલ અમે એક શિવસ્ત્રોત્ર સાથે ગાઇએ છીએ.

મનો બુધ્ધિહંકાર ચિત્તાનીનાહં, 
ન ચ શ્રોત્ર જિહ્વે, ન ચ ઘ્રાણ નેત્રે,
ન ચ વ્યોમ ભૂમિર , ન તેજો ન વાયુ, 
ચિદાનંદ રુપ, શિવોહમ શિવોહમ।

    જિનાએ પણ મારી સાથે કંઠસ્થ કર્યું. 
    'તો મમ્મી, મને આનો મતલબ તો સમજાવ.'
   મેં પહેલેથી જ તૈયારી કરેલી. અને ના આવડે તો ગુગલ મહારાજ છે જ ને?  મેં શરુ કર્યું, 'હું મન નથી, હું બુધ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી.'

    આ બધું સરળ ભાષામાં સમજાવ્યું. એને રસ પડ્યો. મને બહુ ગમ્યું. સાથે સાથે અમારા ચાર હાથ ચોળી સમારી રહેલાં, વચ્ચે વચ્ચે નાનકો એની કોપી કરે એ બધું ચાલે.

    '  પણ હું કાન નથી, હું જીભ નથી.....તે એ તો નથી જ ને!' એણે કીધું.

    'એ તો બધાને ખબર છે કે આપણે માણસ છીએ. હા....હા....હા...'
     અધ્યાત્મ પણ આમ હસતાં હસતાં. 
    એટલે મેં કીધું, 'કહેવાનો મતલબ કે આપણે ચિદાનંદ સ્વરુપ છીએ. અમુક લોકો આંખ, કાન, જીભ વગર પણ તો જીવે જ છે ને?'
     હજુ હું ઠીકથી સમજાવું એ પહેલાં....
    'પણ મમ્મી, 'જેને આંખ નથી એ કેવી રીતે બધું કરી શકે?'
     મેં કીધું, 'કેટલાંક ગાઇડેડ ડૉગ પણ સાથે રાખે.'
   'તો મમ્મી, કોઇ ડૉગને આંખો ના હોય તો? એ કોઇ હ્યુમનને ફ્રેન્ડ બનાવીને ગાઇડ બનાવે? કોઇ બીજા પ્રાણી એની મદદ કરે?'
    આવા કેટલાંક સવાલો મને અચંબામાં નાંખી દે.

     જો કે જે શીખવા મળે તે આસપાસમાં બનતી ઘટનાઓ વિશેનું કુતૂહલ, એમાં ક્યાં શું ખૂટે છે અને સાથે સાથે કંઇક કંઠસ્થ થાય, એમાં ભાવ ભળે, ભકિત ભળે તે નફામાં. યોગ્ય સમજૂતીથી આધ્યાત્મિકતા પણ કેળવાય. 
    કોઇ શાળામાં કે મઠમાં આ શીખવા મળે?
- હીરલ શાહ
-------------------------------
     સૌ મિત્રોને પોતાના જાતજાતના અનુભવો અહીં વહેંચવા આમંત્રણ છે.

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?