ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday, 3 July 2018

વાલી અનુભવ (૩) - સવાલ જવાબ

   ચાલો! સવાલ જવાબનો આગળનો દોર...

ગણિત

   ક્યારેક ગણિત લઇએ.

    'જિના ! ફુટપટ્ટીથી આ ટેબલની લંબાઇ,પહોળાઇ માપજે ને! આપણે એની જગ્યા બદલવી છે રુમમાં.'
    'ઓ.કે મમ્મી.'  (ક્યારેક તરત ના પણ કરે !)
  કરે ત્યારે જે સંવાદ થાય અને જે શીખવા મળે તે ગણિત અને એન્જીનિયરીંગ.

હિસાબ-કિતાબ
    દુકાને કે બસમાં જવા વખતે રુપિયા, પૈસા ગણવા આપું. એ સંવાદમાં સરવાળા, બાદબાકી , સાદા ગુણાકાર ઘણું શીખી જાય.જે શીખવા મળે તે ગણિત અને હિસાબ-કિતાબ.

    કાલે કીધું, 'જિના મારે આ નાની રંગબેરંગી ચોકલેટથી 'ટેસ્ટી' લખવું છે.
જો એક અક્ષરમાં હું ૧૦ ચોકલેટ વાપરું , તો કુલ કેટલી ચોકલેટ જોઇશે?

   ના પાડે તો હું પણ મમ્મી છું ને? !  'તું સાચો જવાબ આપીશ તો તને બે ચોકલેટ મળશે!'

    એમ જ વાત વાતમાં ટેસ્ટીનો સ્પેલીંગ અને ગુણાકાર તરત જવાબ હાજર. અને પછી પોતે જ રસ લઇને ઘણા સ્પેલિંગ બનાવ્યા અને કેટલી ચોકલેટ જોઇશેની ગણતરી કરી.

પર્યાવરણ

    કોથમીર, ટમેટાં, ફુલ-ઝાડ આ બધું તો જાણે રૂટિ. મારો દીકરો વિરાજ તો ફુદીનો અને તુલસી ગાય, બકરાંની જેમ ખાય. બેઉ જણ વારાફરથી પાણી નાંખે, ક્યારેક રમતે ચઢે ને એમજ વાતવાતમાં ફળ-ફૂલ, રુતુ વગેરે આસપાસનું પર્યાવરણ ચર્ચાય.

- હીરલ શાહ
-------------------------------

   સૌ મિત્રોને પોતાના જાતજાતના અનુભવો અહીં વહેંચવા આમંત્રણ છે.


No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?