ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Monday 18 June 2018

અબ્રાહમ લિંકનનો પત્ર - પુત્રના શિક્ષકને




      અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એક લિજન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે પણ તેઓ જાણીતા છે. લિંકનનંગ બચપણ ગરીબીમાં વીત્યું હતું. લોખંડના પાવડા ઉપર કોલસાથી લખી દાખલા ગણતા હતા. જાહેર જીવનમાં આવ્યા બાદ આઠ વખત ચૂંટણી હારી ગયા હતા છતાં વિજયની આશા ગુમાવી નહોતી અને એક દિવસ તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવામાં સફળ નીવડયા.
------------


આ પત્ર દરેક શાળામાં શિક્ષકોએ પણ વાંચવો જોઇએ અને બાળકોએ પણ.

આવો મૂલ્યવાન પત્ર ભાગ્યે જ વાંચવા મળશે.

– દેવેન્દ્ર પટેલ

       અમેરિકાના એ જમાનાના શક્તિશાળી પ્રમુખ ગણતા અબ્રાહમ લિંકને તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર આજે પણ એક ઐતિહાસિક દસ્તાવેજ ગણાય છે. વિશ્વભરની શાળાઓમાં અબ્રાહમ લિંકનના આ પત્રને ભણાવવામાં પણ આવે છે.

      અબ્રાહમ લિંકને તેમના પુત્રના શિક્ષકને લખેલો પત્ર આ પ્રમાણે હતો :

‘સન્માનીય ગુરુજી,

      હું આજે મારો પુત્ર શિક્ષણ માટે આપના હાથમાં સોંપી રહ્યો છું. હું જાણું છું કે એ બધું જ એના માટે નવું અને ચિત્રવિચિત્ર હશે પરંતુ તેની સાથે શાંતિથી- સૌમ્યતાથી વર્તવા વિનંતી છે. તેની આ નવી યાત્રા તેને વિશ્વના દ્વીપખંડોની પેલે પાર લઇ જઇ શકે છે. દરેક આવી યાત્રામાં શાયદ યુદ્ધ પણ હોય છે, કરુણાંતિકા પણ હોય છે અને દુઃખ પણ હોય છે. આવું જીવન જીવવા માટે તેને શ્રદ્ધા, પ્રેમ અને સાહસની જરૂર પડશે.
એ પત્ર આ ચિત્ર પર ક્લિક કરી વાંચો.



No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?