ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Friday 6 July 2018

ચાલો, આજે કંઈક તો કરીએ જ - ઉત્પલ વૈષ્ણવ

   આપણા દરેકમાં જીવનને પ્રેરક રૂપે જીવવવાની કોઈને કોઈ ખૂબી રહેલ છે. ક્યારેક આપણા ભૂતકાળના અનુભવો આપણને નાના અને બિનમહત્ત્વના બનાવી નાખે છે.પરંતુ એટલું ન ભૂલીએ કે, નાનાં દેખાતાં પાણીનાં ટીપે ટીપામાં નદી બનવાની ક્ષમતા છે.

     નાનાં પગલાંથી શરૂઆત કરીએ.બીજાં શું વિચારશે કે કહેશે તેની પરવા ન કરીએ. આપણે શું બનવું છે એ વિચારવાનું છે.

     આપણી કેડી આપણે જ કંડારીએ.

    પહેલાં લોકો હસશે, પછી કુથલી કરશે, અને પછી આપણને અનુસરશે.

    ક્યારે પણ અધુરૂં ન મૂકી દઈએ. લાગ્યાં રહીએ. આપણો મત દર્શાવીએ. જીવનની રમતનો દાવ ખુશી ખુશી રમીએ.

    આપણામાં વિશ્વાસ રાખવા, અને આપણે કંઈક કરીએ, એ માટે કોઈ આમંત્રણ આપવા નહીં આવે.
મૂળ સ્રોત


1 comment:

  1. ...પ્રેરણાદાયી વિચારની કદર કરતો પ્રતિભાવ તો આપીએ જ

    ReplyDelete

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?