ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Wednesday 11 July 2018

નિરંતર આકાશે ઊડવું શિક્ષણ પાંખે - દિનેશ માંકડ

    જોસેફનો જોકી સત્તર વર્ષે ડોક્ટર થયો પણ બાબુનો બકુ તો બાયોલોજી ગોખે છે.કોઝી ની કઝીન ક્રિશી ત્રેવીસે ઉપગ્રહ પહોંચી પણ પાનાચંદ નો પોપટ તો બાવીસે ઇજનેરી તો ભણ્યો પણ ,હજુ મશીન ના નટ-બોલ્ટ ખોલતા શીખે છે.
     ભારતમાં ને એમાંય ગુજરાતમાં શિક્ષણ ની દશા બાબતે ઘણી વખત અને ઘણા દૃષ્ટિકોણથી ચર્ચા થાય છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પણ વિશ્વના અનેક દેશો કરતા શિક્ષણ ની ફલશ્રુતિ માં આપણે ઘણા ઘણાં પાછળ છીએ.બે વાત વિશેષ રીતે ખાસ નોંધવી જ પડે. પહેલી વાત એ કે આઝાદીના સિત્તેર વર્ષ વીતી ગયા પછી મેકોલે ને દોષ દેવાય જ નહિ .અંગ્રેજોની ભૌગોલિક -વહીવટી ગુલામી ગઈ એટલે બાકી બુદ્ધિ આપણે જ ચલાવવાની હોય. બીજી એક ખાસ વાત ગૌરવ અને કરુણા સાથે કહેવી પડે કે બુદ્ધિમાનાંક માં ભારત નો વિદ્યાર્થી દુનિયા ના મોટાભાગ ના દેશના યુવાન કરતા અતિ તેજસ્વી છે જ.
      વિજ્ઞાન પુરવાર કરે કે ન કરે,  દરેક નવી પેઢી ક્રમશઃ તેજસ્વી થતી જાય છે.ગ્રહણ શક્તિ ની તીવ્રતા ખુબ ઊંચી જતી જાય છે. ડિગ્રીધારી શિક્ષણ સિવાય બધે જ તે હોશિયાર દેખાય છે. ઘરઘાટી પગાર ના રૂપિયા માંડ ઘણી શકે પણ સ્માર્ટ ફોન માં આંકડા ની ગેઇમ ખુબ સારી રમી શકે. ઘરમાં સંતાન ને મોબાઈલ થી માબાપ માટે પડકાર રૂપ છે.
   ગુજરાતી માધ્યમની ઘણી શાળાઓ બંધ થતી આવે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ વધે છે.સ્વાભાવિક રીતે માતૃભાષા કરતા અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ લેવામાં કઠીનતા વધુ જ પડે.એ માં-બાપો એ સ્વીકારી લીધું જ છે કે તેનું બાળક સક્ષમ છે જ. અને નહિ હોય તો થઇ જ જશે.મતલબ એ જ માબાપ બાળક ના અઘરા અને સંઘર્ષ સાથે ના શિક્ષણ માટે તૈયાર છે .( જો કે કેટલાક બહાને બાજ વાલી ઓ વિવિધ છૂટછાટ માંગી સંતાન ને જ પાછળ ધકેલાતા હોય છે.) ટૂંક માં શિક્ષણ ના પડકાર ઝીલવા બાળક -માબાપ તૈયાર છે.એ સૌને ઉજળી આવતીકાલ ની આશા અને ચિંતા છે જ .
    શિક્ષણમાં થતા પરિવર્તન ખુબ ધીમા છે અને ઢીલી ઢીલી સંભાવનાઓ સાથે અપનાવાય છે." એવરેસ્ટ પર ચડશે તો પડી જશે,પહેલા ધૂળના ઢગલા પર ચડતા શીખવો " ની નીતિ અપનાવાય છે. ગુજરાતની જ વાત લો ને. તબીબી વિજ્ઞાન ની પ્રવેશ પરીક્ષા નીટ ગુજરાતી માધ્યમ માં માગી ને 'બાવા ના બેય બગડયા' અપેક્ષા-આકાંક્ષા ખુબ મોટી ને મહેનત ઓછી. એનું પરિણામ શું હોઈ શકે ? 
    સમય રોકેટ થી એ ઝડપી દોડે છે. તેની સાથે સાથે બાળકોની તેજસ્વિતા -  બુદ્ધિ માનાંક પણ ખુબ ખુબ ઊંચા જતા જાય છે .તેવે સમયે વયના બંધન ,પાઠ્ય ક્રમના બંધન માન્યતાના ને નિયમોના જડ વાદ,સરકારી કે સંસ્થાગત નિયંત્રણો ધરાર અવરોધક બને છે. અલબત્ત છેતરપિંડીને અવકાશ ન હોવો જોઈએ .
    વિદેશના સેંકડો ઉદાહર ઉપલબ્ધ છે. Mechel kenvey એ ૨૪ વર્ષ પહેલા ૧૦ વર્ષની વયે ડિગ્રી મેળવેલી. ન્યૂયોકની એક કન્યા Alia Sabur એ ૧૦ વર્ષે યુનિવર્સીટી શિક્ષણ શરુ કર્યું અને હાલમાં જ ૧૯ વર્ષની વયે દક્ષિણ કોરિયા માં યુનિવર્સીટી પ્રોફેસર તરીકે જોડાઈ.Jere Shider એ ૧૨ વર્ષે ઇજનેરી અભ્યાસ પૂર્ણ કર્યો. ભારતમાં આવી રીતે ઉત્તમ તેજસ્વીતા ને ઓળખીને વહેલી દોટ મુકવાની પ્રથા ,શિક્ષણ ક્ષેત્ર માં નહિવત કે નથી તે ખુબ જ ચિંતા નો વિષય છે.એક તરફ દેશમાં તેજસ્વીતા નો માનંક ઝડપી રીતે વધે છે તો બીજી તરફ શિક્ષણ સુધારકોની ઉદાસીનતા છે.આવો આ વિષય પર આવતીકાલે નહીં પણ અત્યારે જ -આ જ ક્ષણે માટે વિચારીએ અને સૌને વિચારતા કરીએ .
---------------
    શ્રી. દિનેશ માંકડ અમદાવાદની એક  શાળામાં નિવૃત્ત પ્રિન્સિપાલ છે, તેમના વિચારો અવાર નવાર આપણને મળતા રહેશે. 

તેમનો બ્લોગ...

અહીં ક્લિક કરો

1 comment:

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?